Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુરુડેશ્વરના વઘરાલી ગામે ચાર જુગારીઓને રૂપિયા ૧૧૦૦ સાથે ઝડપી લેતી પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા

  પ્રાપ્ત વિગતો અનુસાર ગરુડેશ્વર પોલીસે બાતમીના આધારે ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામમાં ચાલતા જુગાર ઉપર રેડ કરતા શખ્સો પૈકી (૧) સચીનભાઇ નટવરભાઇ તડવી (૨) વિનુભાઇ કનુભાઇ તડવી (૩) અજયભાઇ ગોપાલભાઇ તડવી તથા (૪) સુખરામભાઇ ચંદુભાઇ તડવી(તમામ રહે.વઘરાલી (મંદીર ફળીયુ) તા.ગરૂડેશ્વર જી-નર્મદા)નાઓ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ્લે રૂપીયા.૧૧૦૦ સાથે જાહેરમાંથી પકડાઇ જતાં પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:34 pm IST)