Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ટીમ્બાપાડા ગામે ઘર પર પત્થર ફેંકી દંપતીને માર મારી ઇજા કરનાર શખ્સ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીમ્બાપાડા ગામમાં કોઈક કારણોસર ઘર પર પથ્થર ફેંકી માર મારનાર શખ્શ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે

  મળતી માહિતી અનુસાર પાંચુબેન બાબરભાઇ વસાવા( રહે,ટીમ્બાપાડા મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ ગામના ચન્દ્રસિંગભાઇ ઇશ્વરભાઇ વસાવા નાઓએ રાતના સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ બાબરભાઇ નાઓ સાથે કાચા ઘરમાં સુતા હતા તે વખતે તેમના પાકા ઘર ઉપર પથ્થર ફેંકી તમારો છોકરો ગંગેશ ક્યાં છે ઘરની બહાર કાઢો, તેમ કહી એકદમ ઉશકેરાઇ જઈ ગમેતેમ મા-બેન સમાણી ગાળો બોલી અચાનક બાબરભાઇનાઓને દંડા વડે ડાબા પગે ચાર સપાટા મારી ફ્રેકચર કરી તથા પાંચૂબેન વચ્ચે છોડાવવા પડતા જમણા પગમાં ઘુંટણના નીચેના ભાગે બે સપાટા મારી ઇજા પહોચાડી હોય ડેડીયાપાડા પોલીસે ચન્દ્રસિંગભાઇ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે

 

(10:32 pm IST)