Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

નાંદોદ તાલુકાના ભદામ ધાનપોર રોડ પર કેનાલમાંથી પાણી બહાર આવતા ખેડુતોના પાકને લાખોનું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કેનાલમાં અવાર નવાર ગાબડાં પડવા સહિતની તકલીફો આવતા કેનાલનું પાણી સીધું ખેતરોમાં ઘુસી જતા ધરતીપુત્રોનાં મોંઘા પાકને લાખો નું નુકશાન થાય છે ત્યારે રવિવારે સવારે નાંદોદ તાલુકાના ધાનપોર ગામના રોડ પર પણ આવીજ સ્થિતિ નજરે પડી હતી

ધાનપોર ગામના માર્ગ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી છોડતા ભૂંગળા નહિ દબાવવામના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં અને માર્ગ ઉપર ફરી વળતાં ખેડૂતો નાં તૈયાર કેળામાં પાણી ઘુસી જતા લાખોનું નુકશાન થયું હોય ધરતીપુત્રોમાં ભારે નારાજગી જોવા મળી છે. તંત્રની ભૂલના કારણે ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ડૂબી જતાં ભારે નુકશાન થવા પામ્યું છે સાથે સાથે માર્ગ ઉપર પણ પાણી ફરી વળતાં માર્ગોને પણ નુકશાન થયું છે તેમ ભદામ ગામના ખેડૂત પ્રતિકભાઈ પ્રવીણભાઈ પટેલ જણાવ્યું હતું. પ્રતિક પટેલે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ ભારે વરસાદના કારણે નાંદોદ તાલુકાના ખેડૂતોને નુકશાન રહ્યું હતું જેના વળતર બાબતે પણ ખેડૂતો ધક્કા ખાઈ થાકી ગયા હતા ત્યા હાલ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ફરી ખેડૂતોનો પાક બગડતા ભારે નુકશાન જોવા મળ્યું હોય કેનાલોમાં વેઠ ઉતારતા તંત્રનાં અધિકારીઓ આ મુદ્દે યોગ્ય કામગીરી કરાવી ધરતીપુત્રોને નુકશાનમાંથી બચાવે તેવી ખેડૂતોની માંગ છે.

 

(10:30 pm IST)