Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોવી ગામ પાસે બે બાઇક સામસામે અથડાયા બાદ પૂરપાટ આવતી ટ્રકે બાઈક સવારના માથા પર ટ્રક ફેરવી દેતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના દેડીયાપાડા-મોવી હાઇવે રોડ ઉપર થયેલા વિચિત્ર અકસ્માતમાં એકનું મોત થયું હતું જેમાં જયદીપભાઇ નટવરભાઇ વસાવા(રહે.કાંટીપાડા,નિશાળ ફળીયુ તા.નેત્રંગ જી.ભરુચ )ની ફરિયાદ મુજબ એક હોન્ડા સાઇન મોટર સાઇકલ નંબર-GJ-22-0- 5029ના ચાલકે પોતાના કબ્જામાની મો.સા. દેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર આવેલ પનગામ ગામની સીમમાં આવેલ વૈદેહી આશ્રમ શાળાથી આગળ મોવી તરફ વળાંક પાસે પુરઝડપે હંકારી લાવી તેમની મો.સાને સામેથી અકસ્માત કરતા કરીને મરનાર દેવરાજ ભાઇ નાઓ રોડ ઉપર પડી ગયા તે પછી મોવી તરફથી અચાનક એક અજાણી ટ્રકનો ચાલક પોતાની કબ્જામાની ટ્રક પુર ઝડપે બેફામ હંકારી લાવી દેવરાજભાઇ નાઓના માથા ઉપર ચડાવી દઇ સ્થળ ઉપર મોત નિપજાવી તથા મો.સા.ચાલકે જયદીપ ભાઇ નટવરભાઇ વસાવાનાઓના બન્ને પગના ઘુંટણના ભાગે ઇજાઓ પહોચાડી ટ્રકનો ચાલક તથા હોન્ડા સાઇન મો.સા.નં. GJ-22-0-5029 નો ચાલક સ્થળ ઉપરથી નાશી જઇ ગુનો કરતા બંને વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે.

 

(10:27 pm IST)