Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં E.V.M.મા થયેલ ગરબડની FSL તપાસ કરાવવા બિટીપીનું આવેદન

દુનિયાની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરીકામાં પણ બેલેટ પેપરથી ચૂંટણીઓ કરવામાં આવે છે:દેશમાં દરેક વિપક્ષ પાર્ટીઓના વિરોધ છતા પણ E.V.m થી જ ચૂંટણીઓ કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ જેમાં E.V.M. મશીનો મા થયેલ હેરાફેરી અને ગરબડની યોગ્ય તપાસ કરાવવા બિટીપી દ્વારા અવેદનપત્ર આપવામાં આવ્યું છે.
અવેદનમાં જણાવ્યા મુજબ જયારથી દેશમાં E.V.M. મશીન થી ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે . ત્યારથી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થીત થયેલા છે . છતા ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જે લોકશાહીની હત્યા સમાન છે . જેના કારણે જનાદેશ વિરુધ્ધના લોકો સત્તામાં આવી લોકો વિરુધ્ધ ના કાયદાઓ ધડી બંધારણ સાથે છેડછાડ કરે છે.આધુનિક ટેકનોલોજીના ડિજીટલ જમાનામાં E.v.m મશીનો હેક કરવુ એ કંઈ મોટી વાત નથી,દિલ્હી વિધાનસભામાં ડેમાં પણ દર્શાવામાં આવેલ હતો. હાલના સમયમાં પણ રાજયમાં મોંધવારીના પ્રશ્નો , રોજગારીના પ્રશ્નો કોરોના બાબતે સરકારની નિષ્ફળતા હોય , રાજયના , નોકરિયાત વર્ગ , વેપારી વર્ગ , મજુર વર્ગ , ખેડુત વર્ગ , શિક્ષિત બેરોજગારોનો સખત વિરોધ હોવા છતા ભાજપ સરકાર એક તરફી પરિણામ લાવે એ E.V.m નોજ કમાલ છે . દુનિયાની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરીકામાં પણ બેલેટ પેપરથી ચૂંટણીઓ કરવામાં આવે છે. E.v.m મશીનો બનાવનાર દેશોમાં પણ E.V.M.મશીનો પર બેન ( પ્રતિબંધ) લગાવેલ છે . આપણા દેશમાં પણ દરેક વિપક્ષ પાર્ટીઓના વિરોધ છતા પણ E.V.m થી જ ચૂંટણીઓ કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઆ માતો વી.વી.પેટનો પણ ઉપયોગ કરવામાં આવેલ નથી.જેનાથી મતદારોએ પોતાનો મત કોને આપેલ છે તે પણ ખુદને ખબર નથી . જે મતદાતાના અધિકારો પર તરાપ છે . રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપને જીતાડવામાં પણ E.V.M.મશીનોની ખુબજ મોટી ભુમીકાઓ રહેલ છે.અનેક જગ્યાઓ પર E.V.M. ના હેરાફેરી અને ગરબડીની ફરીયાદો કરવામાં આવેલ છે, ઘણી જગ્યાઓ પર મશીનોને હેક કરવાની ફરીયાદો પણ કરવામાં આવેલ છે.છતા ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જે એક શંકા ઉપજાવે છે. જેથી રાજયમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓમા ઉપયોગમાં લેવાયેલ E.V.M. મશીનોના દરેક ઉપકરણોની ( F.S.L ) તપાસ કરવામાં આવે અને આવનારી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે એવી માંગ કરતું રાજ્યપાલ ને સંબોધતુ આવેદનપત્ર આજે ડેડીયાપાડા મામલતદાર સહિતના અધિકારીઓ ને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે

(11:03 pm IST)