Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અમદાવાદથી ટ્રેનમાં ભોપાલ જતી મધ્યપ્રદેશની યુવતીની લાશ લીમખેડામાંથી મળતા ચકચાર

ઉજ્જૈનની સુપ્રિયા તિવારી સોમનાથ જબલપુર ટ્રેનમાં ભોપાલ જતી હતી વચ્ચે લાપતા થયાની ફરિયાદ બાદ લીમખેડા તાલુકાના ગોરિયા ગામ પાસેના ગરનાળામાંથી મૃતદેહ મળ્યો

અમદાવાદથી ટ્રેનમાં ભોપાલ જઇ રહેલી મધ્યપ્રદેશની યુવતીની લાશ (MP Girl Death)દાહોદ જિલ્લાના લીમખેડા પાસેથી મળી આવતા ચકચાર જાગી છે.  ઉજ્જૈનની સુપ્રિયા તિવારી 2 માર્ચે સોમનાથ જબલપુર ટ્રેનમાં ભોપાલ જઇ રહી હતી. પરંતુ વચ્ચેથી તે લપતા થઇ હોવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેનો મૃતદેહ આજે લીમખેડા તાલુકાના ગોરિયા ગામ પાસેના ગરનાળામાંથી મળી આવતા પોલીસ સમગ્ર પ્રકરણની તપાસમાં લાગી છે.

પ્રાપ્ત વિગત મુજબ સુપ્રિયા તિવારી મધ્યપ્રદેશના  અનુપપુર જિલ્લાના સ્ટાફ કોલોનીના રહેવાસી રામકિશોર તિવારીની દિકરી હતી. 23 વર્ષીય  સુપ્રિયા ગુજરાતના કચ્છ જિલ્લાના મુદ્રા જેનનગરમાં રહેતા  એન્જીનિયર  ઇન્જીનીયર બનેવી રાજેશ શિવપાલ દ્વિવેદીના ઘરે આવી હતી

મુદ્રાથી 2 માર્ચના રોજ રોડ માર્ગે સુપ્રિયા અમદાવાદ ખાતે આવી હતી. કાલુપુરથી સોમનાથ જબલપુર એક્સપ્રેસમાં તે ભોપાલ જવા રવાના થઇ હતી.તેની  કોચ નંબર B2માં 33 નંબરની સીટ  રિઝર્વ હતી. પરંતુ ત્યાર  બાદ આ યુવતી કયાંક ગુમ( MP Girl Death)થઇ ગઈ હતી. તેમજ તેનો આઈકાર્ડ, આધારકાર્ડ સહિતનો સમાન સીટ પરથી મળી આવ્યો હતો.

ત્યારબાદ ગુમ થયેલી સુપ્રિયાના બનેવીએ રતલામ RPF સહિત રેલવેની વેબસાઈટ પર સુપ્રિયાની ગુમ થયાની ફરિયાદ કરી હતી. જોકે સુપ્રિયાનો કોઈ પત્તોલાગ્યો નહોતો ત્યારબાદ પણ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ કઈ જાણવા મળ્યું નહોતું. ત્યારે સુપ્રિયા ખરેખર ક્યા ગુમ થઈ ગઈ? તેને લઇ પરિવારજનો સહિત પોલીસ પણ અચંબામાં મૂકાઇ ગઇ હતી.

લીમખેડા તાલુકાના ગોરીયા ગામ નજીક આવેલા બોરિયાલા રેલવે ગરનાળા પાસે ગઈકાલે સવારે સ્થાનિક લોકો પસાર થતાં તેઓની નજર એક મૃતક યુવતી (MP Girl Death)પર પડતા તેમણે ગામના સરપંચને જાણ કરતા સરપંચે લીમખેડા પોલીસનો સંપર્ક કરાયો હતો.  ઘટનાની જાણ બાદ લીમખેડા પોલીસે આ યુવતીની લાશનો કબજો મેળવી પોસ્ટ માર્ટમ  માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી શોધખોળ હાથ ધરી છે

લીમખેડા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ સુપ્રિયાના મોત અંગેનું સાચું કારણ જાણવા પેનલ પોસ્ટમાર્ટમ કરાવ્યું હતું. જોકે તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ દર્શીય રીતે આશરે 30 થી 40 ફૂટ ઉપરથી પડ્યા બાદ આ યુવતી મોતને ભેટી હશે. પરંતુ મોતનું સાચું કારણ પોસ્ટમાર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે અને આગળની તપાસમાં સમગ્ર પ્રકરણમાં સઘળી હકીકત બહાર આવશે તેવું આશાવાદ વ્યક્ત કર્યો હતો

(9:09 pm IST)