Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

તલોદ તાલુકાના હરસોલ નજીક પોલીસે પાસા હેઠળ અટકાયત કરી આરોપીને સુરતની જેલમાં મોકલી આપ્યો

તલોદ:તાલુકાના હરસોલ ગામના યુવાન આરોપી ફૈલઝમિયાને તલોદ પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને સુરત ખાતેની લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. ફેઝલ પ્રોહીબીશન એક્ટ અંતર્ગતનો તલોદ પોલીસ દફતરે નોંધાયેલા ગુનાનો આરોપી છે.

ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ-૧૯૮૫ની કલમ ૩(૧) મુજબ આરોપી શખ્સની અટકાયત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ તલોદ પોલીસે તૈયાર કરેલા પ્રપોઝલ - જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રજૂ કરવામાં આવી. જે અન્વયે મળેલા જિલ્લા મેજી.ના હુકમ આધારે પાસા એક્ટ હેઠળ ફૈઝલમીયા યુસુફમિયા રાઠોડ (ઉ.વ.આ. ૨૧ધંધો-મજૂરીરહે. દાણીવાળાહરસોલ તા. તલોદ)ની અટકાયત કરીનેકોરોના ટેસ્ટ કરાવીને તેને તલોદ પીએસઆઈ બી.ડી. રાઠોડની ટીમે પોલીસ જાપ્તા હેઠળ સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં પહોંચાડવાની ફરજ બજાવી હતી.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં બનતા પ્રોહિબિશનના ગુના પર લગામ કસવા અને ભાગતા ફરતા આરોપીઓને ઝડપી લઇજેલને હવાલે કરી દેવાની જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજરે સુચના આપેલ છે. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. ૂસુર્યવંશી અને સર્કલ પો.ઈન્સ. એમ.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ દફતરે નોંધાયેલા પ્રોહિબીશન એક્ટની કલમ ૬૫-ઈ૧૧૬ (બી)ના આરોપી ફૈઝલમિયાની અટકાયત કરીને આખરે લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

(5:25 pm IST)