Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે અગાઉના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડ્યા:મહિલા પર તલવારથી જીવલેણ હુમલો થતા ગુનો દાખલ

ઉમરેઠ:તાલુકાના ભાલેજ ગામે ઈન્દીરાનગરીમાં અગાઉના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડયા હતા. જેમાં એક મહિલા ઉપર તલવાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા ભાલેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રુકશાનાબાનુ ઐયુબમીંયા મલેક ભાલેજ ગામે ઈન્દીરાનગરીમાં રહે છે. જેઓ પોતાના સાસુના ઘરે પાડીને પુળો નાખવા ગયા હતા ત્યારે નજીકમાં રહેતા તન્વીરમીંયા મહમંદઅલી ખોખરની પાડી ત્યાં આવીને પુળો ખાઈ ગઈ હતી. જે અંગે રુકશાનાબાનુ અને તેઓના સાસુ બજરનબીબીએ તન્વીરભાઈને જઈને ઠપકો આપ્યો હતો

જે અંગેની અદાવત રાખી સાંજના સુમારે તન્વીરભાઈ, માતા રોશનબીબી તથા ભાઈ ફૈઝાનમહંમદ સાથે બજરનબીબીના ઘરે જઈ અમારી પાડી ગમે ત્યાં ફરશે તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ઝઘડો કર્યો હતો અને રુકશાનાબાનુંને ઈંટ મારી ઈજાઓ પહોંચાડી હતી. બજરનબીબીને પણ ગડદાપાટુનો માર મારી તેમજ બીલકીશબાનુને પગમાં તલવાર મારીને ફૈઝાનમહમંદે ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે રુકશાનાબાનું ઐયુબમીંયા મલેકે ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તન્વીરમીંયા મહંમદહનીફ ખોખર, રોશનબીબી મહંમદહનીફ ખોખર અને ફૈઝાનમહંમદ ખોખર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:23 pm IST)