Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં સેન્ટરની આડમાં ધમધમતા કુટણખાનાને પોલીસે ઝડપી પાડી નવ યુવતીઓને બચાવી

વડોદરા: શહેરના અક્ષર ચોક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં સ્પા સેન્ટર ની આડમાં ચાલતા કૂટણખાના ને પોલીસે ઝડપી પાડી નવ યુવતીઓને છોડાવી છે અને મેનેજરને ઝડપી પાડયો છે. અક્ષર ચોક ખાતે ના પાર્ક બિલ્ડીંગના બીજા માળે બુદ્ધા સ્પા એન્ડ મસાજ સેન્ટર માં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની વિગતો મળતા જે.પી.રોડ પોલીસ ની ટીમલી ગઈકાલે સાંજે એક બોગસ ગ્રાહક ને મસાજ માટે મોકલ્યો હતો.

બોગસ ગ્રાહકે મિસ કોલ કરતા લેડીઝ પોલીસ સાથે પોલીસની ટીમે મસાજ સેન્ટર માં છાપો માર્યો હતો. પોલીસે બોગસ ગ્રાહક વાળા રૂમમાંથી એક યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. યુવતી પાસે પર્સમાંથી કોન્ડોમના ત્રણ પેકેટ પણ મળી આવ્યા હતા.જ્યારે બીજા એક રૂમમાં બેઠેલી 8 યુવતીઓને છોડાવી હતી. પોલીસે સ્પા ના સંચાલક મિતેશ પ્રિતેશ પ્રમોદ ભાઈ મિસ્ત્રી રહે જય નારાયણ સોસાયટી રણોલી અને ઝડપી પાડી બોગસ ગ્રાહક ચૂકવેલા રૂ 7,000 સહિત રોકડા રૂ 22,000 અને 2 મોબાઈલ કબજે કર્યા હતા.

(5:21 pm IST)