Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાવળા પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી મંદિર પાછળ જુગાર રમતા શખ્સોને ઝડપી પાડયા

બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ માઝા મુકી છે ત્યારે અમદાવાદ રેન્જ આઈજી તથા જીલ્લા પોલીસવડાની સુચનાથી બાવળા પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાવળા ખાતે આવેલ ઝવેરી બજારના ગેઈટ પાસે આવેલ બોરડીવાળા જીનમાં મંદિર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં રેઈડ કરી હતી જેમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતાં પાંચ શખ્સો નિકુલભાઈ પ્રતાપભાઈ પટેલ, રહિમભાઈ રસુલભાઈશેખ, અબ્બાસભાઈ છોટુભાઈ મોમીન, પ્રવિણભાઈ પ્રતાપજી ઠાકોર, ફરીદઅહેમદ અસ્પાકઅહેમદ અંસારીને રોડક રૂા.૧૫,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં અને અન્ય એક શખ્સ જયેશભાઈ ચંદુભાઈ પટેલ નાસી છુટવામાં સફળ રહ્યો હતો તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

(5:20 pm IST)