Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને સ્‍વીકારશુઃ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ મુદ્દે ભરતસિંહ સોલંકીનું નિવેદન

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું. હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. ભૂતકાળને ભૂલી હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે.

મહારાષ્ટ્રની સરકારનો દાખલો આપતાં ભરતસિંહ કહ્યુ કે, બાલા સાહેબ ઠાકરેની શિવસેના અને કાંગ્રેસ કામય આમને સામને હોય, આજે સાથે મળીને કોમન મીનીમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચલાવે છે. દેશમાં ભાજપ આજે નાગરિક પ્રજાના હકને ખતમ કરે છે. તેમ ભાજપ હાલમાં હિન્દુને નુકશાન કરે છે. ગુલામ બનાવવાની દિશામાં લઈ જાય છે. તેવાના કોંગ્રેસ લોકશાહી કઈ રીતે બચે તે માટે આગળ વધી રહી છે અને તે માટે શંકરસિંહ કોંગ્રેસમાં જોડાય તો આવકારીએ છીએ. જેનો છેલ્લો નિર્ણય હાઇ કમાન્ડ કરશે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ભારતીય જનતા પાર્ટી લોભ લાલચ પૈસા અને ચુંટણી પંચનો દુર ઉપયોગ કરી જીતી હોવાનો આક્ષેપ ભરતસિંહ સોલંકીએ કર્યો. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 2015 માં જનતાનો આશીર્વાદ અને ટેકો મળ્યો અને કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો. જોકે કમનસીબે 2021 ની ચૂંટણીમાં અનેક પરીબળોએ કામ કર્યું. ભાજપ પૈસા લોભ લાલચ વગેરેનો ઉપયોગ કરી જીત્યા.

મતદાનમાં ગત વખત કરતા થોડા ઓછા મત મળ્યા. પણ ધીમેં ધીમે ભાજપનું જે રાજ છે તેના કારણે લોકશાહી પરથી લોકોનો વિશ્વાસ જઈ રહ્યો છે. 40 ટકા મતદાન થયું. જેમાં 75 ટકા મત ભાજપ વિરુદ્ધ પડ્યા છે. ઉત્તમ ડેમોક્રેસી કોને કહેવાય. જેમાં 100 ટકા મતદાન થાય અને પછી સત્તાધારી પક્ષનો નિર્ણય થાય. સમાજની દૂર દશા માટે થોડા નકામા તત્વો એકલા જવાબદાર નથી પણ સારા લોકો, ભલા લોકોની નિષ્ક્રિયતા જવાબદાર છે. જે લોકો મતદાન કરવા નથી જતા જો વધુ મતદાન થયું હોત તો તે મત કોંગ્રેસને મળ્યા હોત. ચૂંટણીની પ્રક્રિયામાં ટીકીટ વહેચણીના જે વિવાદની વાત કરી રહ્યા છો તે કોંગ્રેસ પરિવારની વાત છે તે ચર્ચા કરીશું.

(4:58 pm IST)