Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વક્‍તને કિયા ક્‍યા હસી સિતમ... હમ હમ ન રહે તુમ તુમ ન રહે...: વિધાનસભામાં વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના પરાજય બાદ ગીતની પંકિતઓનું ગાયન કર્યું

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના સંબોધન બાદ આભાર પ્રસ્તાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલવા ઊભા થયા. રાજ્યપાલના સંબોધન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેના પરિણામોને અનુલક્ષીને મુખ્યમંત્રીએ ગૃહમાં ફિલ્મના ગીતની પંક્તિ ગાઈ હતી. તેમણે ગીત લલકારતા કહ્યું કે, ‘વક્તને કિયા ક્યા હસી સિતમ... હમ હમ રહે તુમ તુમ રહે. જોકે, પંક્તિ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બદલ કહી હતી.

ગુજરાતમાં ભાજપની સત્તા અભ્યાસ વિષય

તો પંક્તિમાં આગળ વધતા તેમણે કહ્યું કે, હાર પચાવવી અઘરી હોય છે, પણ જીતને પચાવી તેનાથી પણ વધારે અઘરી હોય છે. મુખ્યમંત્રીએ ગૃહમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, મને દુઃખ છે કે, મારા બંને મિત્રોને પરિણામ પછી રાજીનામા આપવા પડ્યા. રાજીનામાનો સ્વીકાર પણ કર્યો છે તેવું મીડિયામાંથી જાણ્યું છે. તેમને રાજીનામું આપવા પડે એનું મને દુઃખ છે. ગુજરાતમાં સતત ભાજપ સત્તામાં રહી છે પોલિટિકલ અભ્યાસનો વિષય છે. 50 વર્ષથી સતત ભાજપ સાથે નકારાત્મક વોટની વાત કરવાવાળા લોકોએ પણ અભ્યાસ કરવો જોઈએ. હાર પચાવી અઘરી હોય છે પણ જીતને પચાવી તેનાથી પણ વધારે અઘરી હોય છે. અઢી દાયકામાં સરકાર કે ધારાસભ્ય ઉપર પણ કોઈ ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો નથી. પોલિટિકલ પંડિત કાન ખોલીને સાંભળે અપેક્ષાઓથી અમે ડરનારા નથી, અમે કામ કરવાવાળા લોકો છીએ.

જિલ્લા-તાલુકામાં સરકારે સત્તા પરત મેળવી

તેમણે વધુમાં કહ્યું કે, રેવન્યુ અને પોલીસ માં ભષ્ટ્રાચાર હતો તે દુર કરવાની લાગણીહતી. તે મારી સરકાર દ્વારા દુર કરવામાં આવ્યા એટલે પ્રજાએ વિશ્વાસ કર્યો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપ આવ્યું છે. રાજ્ય સરકારે પાછી લીધી છે, તે પુનઃ આપવામાં આવશે નહિ.

ધમણ વેન્ટીલેટરના વિવાદ અંગે શું કહ્યું....

તો ધમણ વેન્ટીલેટરના વિવાદ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પર થતા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, ધમણમાં એક રૂપિયો આપ્યો નથી તો ભષ્ટ્રાચાર થાય જ કેમ. 3100 કરોડનો ખર્ચ છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં કર્યો છે. ધમણમાં એક રૂપિયો ખર્ચ અમે કર્યો નથી તો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય. 900 ધમણ રાજકોટના વ્યક્તિઓ મફત આપ્યા છે. મફતમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થાય એ ખબર નથી. આ ઢચુપચુ સરકાર નથી, પરંતું  નિર્ણાયક સરકાર છે.

(4:55 pm IST)
  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામેની સેમિફાઇનલમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરીને મેચ જીતી લીધો હતો અને સાથેજ તેણે સ્વિસ ઓપન સુપર 300 ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ જાન્યુઆરીમાં યોનેક્સ થાઇલેન્ડ ઓપનમાં પ્રથમ રાઉન્ડની પોતાની હારનો બદલો લેવા માટે ફક્ત 43 મિનિટમાં ચોથી ક્રમાંકિત બ્લિચફેલ્ડને 22-20, 21-10થી હરાવી હતી. access_time 6:42 pm IST

  • અક્ષર અને અશ્વિનને ઈંગ્લેન્ડ પર ફરી પાછો કબ્જો : અંગ્રેજો ફરી આવ્યા ઘૂંટણીયે : ભારત ૨૫ રને જીત્યુ : ભારતનો ૩-૧થી સીરીઝ પર કબ્જો : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતે જગ્યા બનાવી : અક્ષર - અશ્વિન ફરી ત્રાટકયા : બંનેને ૫-૫ વિકેટો મળી : ઈંગ્લેન્ડની આખી ટીમમાં ખાલી જ એક ખેલાડી જેક લોરેન્સે ૫૦ રન બનાવ્યા : ઓલી પોપ ૧૫, ફોકસ ૧૩, ડોમ બેસ ૨ અને સ્ટોકે ૨ રન બનાવી અક્ષર અને અશ્વિનનો શિકાર બન્યા access_time 3:27 pm IST