Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે : સૈન્ય વડાઓની બેઠકમાં થશે સામેલ

સૈન્ય કમાન્ડરોના સંમેલનને કરશે સંબોધન : અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

નરેન્દ્રભાઈનું અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વાગત : ભારતના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ હવાઈ મથક આગમન થતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન આગમન બાદ તુરંત જ કેવડીયા જવા રવાના થયા હતા.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

અમદાવાદ તા. ૬ : PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. સવારે દિલ્હીથી વિમાન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા. અને બાદમાં તેઓ હેલિકોપ્ટર મારફતે અમદાવાદ એરપોર્ટથી કેવડિયા પહોંચ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગતમાટે CM વિજય રૂપાણી, ડે.CM નીતિન પટેલ, પ્રોટ્રોકોલ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, CDS બીપીન રાવત હાજર રહ્યા છે. તો ત્રણેય સેનાના અધ્યક્ષ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કમાન્ડર કોન્ફરન્સમાં સશસ્ત્ર સૈન્યની ભૂમિકા અને ભવિષ્યના પડકારો મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બાહ્ય અને આંતરિક પડકારોને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે આગમન થયું હતું. જયાં તેમનું રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. તેઓ હેલિપેડથી સીધા ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. જયાં તેઓ કોન્ફરન્સને સંબોધન કરશે.

(1:19 pm IST)
  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST

  • ઇડીએ મેસર્સ શિનાગો પ્લાન્ટેશન પ્રા. લી. ના ડિરેક્ટર, હિતેશ પટેલ અને સુરેશ એન પટેલની પીએમએલએ હેઠળ રૂ. 325 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. access_time 6:04 pm IST

  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST