Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની ઘટ : નિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂક થઇ નથી.

શિક્ષણ વિભાગે 2019-20માં માત્ર 994 ઓરડાઓ બનાવ્યા

અમદાવાદ : રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની ઘટ હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ જવાબ પર વિભાગ દ્વારા આપવામાં આવી હતી. સૌથી વધુ ઓરડાની ઘટ બનાસકાંઠા જિલ્લામાં 1555 ઓરડા તો દાહોદમાં 1477 જયારે પંચમહાલમાં 1194 ઓરડાઓની ઘટ છે રાજ્યના શિક્ષણ વિભાગે 2019-20માં માત્ર 994 ઓરડાઓ બનાવ્યા. લોકપાલની નિમણૂક થઇ નહીં.

યુજીસીના નિયમ પ્રમાણે રાજ્યને 31 જાન્યુઆરી 2020ની સ્થિતિ સુધી યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂક થઇ નથી. પુરતા પ્રમાણમાં યોગ્ય ઉમેદવાર ન મળતા લોકપાલની નિમણૂક ન થઇ હોવાનું વિધાનસભાની પ્રશ્ર્નોતરીમાં ખુલે છે.

યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમણૂક પુન: જાહેરાત આપવાનો ઠરાવ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતના પ્રશ્ર્નોનો લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે.

(10:47 am IST)