Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૪ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૧૯૧૦ પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૪  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા ભટ્ટ શેરી માં ૦૧, નાંદોદના રોયલ સાયન્સસીટી માં ૦૧ તથા ગરુડેશ્વર ના કેવડીયા ટેન્ટ સિટીમાં-૦૨ કેસ સાથે જિલ્લા માં કુલ ૦૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૬ દર્દી દાખલ છે,આજે ૦૪ દર્દી સાજા થતાં રાજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૧૮૯૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૯૧૦ પર પહોચ્યો છે.આજે વધુ ૩૬૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:14 pm IST)