Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની લીલીઝંડી:12144 કરોડનો ડીપીઆર મંજુર

સરથાણાથી ડ્રીમ સીટી વચ્ચે પહેલો કોરીડોર : 21.61 કિલોમીટર લંબાઇના કોરીડોરમાં 20 સ્ટેશન બનશે

 

સુરત :નવી દિલ્હીમાં મળેલ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં સુરત મેટ્રો રેલ માટે 12144 કરોડનો ડીપીઆર મંજુર કરાયો છે મિટીગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીગ ડાયરેકટર ડો.આઇ.પી.ગૌતમ દ્રારા સુરત મેટ્રો રેલનું પ્રેઝન્ટેશન કરાયું હતું

  . સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ફિલ્ડ સ્ટડીઝ અને ડીટેઇલ ટ્રાફિક સ્ટડી તથા ડીમાન્ડ એસેસમેન્ટના આધારે બે કોરીડોર તૈયાર કરવામાં આવ્યા છે. સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ડીપીઆર તૈયાર કરવાની કામગીરી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સોપવામાં આવી હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્રારા પહેલા તબકકામાં સુરત શહેર માટે મધ્યમ ક્ષમતાની મેટ્રો રેલ સિસ્ટમ સુચવી છે.

  સુરત મેટ્રો રેલ પ્રોજકેટનો પહેલો કોરીડોર સરથાણાથી ડ્રીમ સીટી વચ્ચે બનશે. 21.61 કિલોમીટર લંબાઇના કોરીડોરમાં 20 સ્ટેશન બનશે. ડ્રીમ સીટી અંતર્ગત સુરત ડાયમંડ બુર્સનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. સુરત ડામમંડ બુર્સ સહિત ડ્રીમ સીટીના વિકાસને ધ્યાને લઇ એક કોરીડોર ડ્રીમ સીટીને કનેકટીવીટી આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

 બીજો કોરીડોર ભેસાણથી સારોલી સુધી 18.74 કિલોમીટરનો બનશે. કોરીડોર પર 18 સ્ટેશન બનશે. કોરીડોર સુરતના હાર્દ સમાન વિસ્તારો અડાજણ, રીંગરોડ, પરવટમાંથી પસાર થશે.

(12:21 am IST)