Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

સુરતના લીબાયતમાં ટ્રેનના ડબ્બા પર ચડીને સેલ્ફી લેતા બે યુવકોને વીજકરંટ લાગતા દાઝયા

સેલ્ફી લઇ ટિકટોક પર વીડિયો બનાવવા જતા હાઇટેન્શન લાઇનને અડી ગયો

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મન્સુરી હોલ નજીક ટ્રેનના ડબ્બા પર ચડી સેલ્ફી લેતાં સમીર અબ્દુલ સલામ મન્સૂરી (..15) અને નઇમ શેખ રફીક ( . .15) બંન્ને મીઠી ખાડી , લાલ બિલ્ડીંગ ખાતે રહે છે . સોમવારે બંન્ને યુવકો લિંબાયતમાં ટ્રેનના ડબ્બા પર ચડીને સેલ્ફી લેતાં હતા

   આ દરમિયાન હાઇટેન્શન લાઇને બંન્ને અડી જતાં વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા . આ ઘટના બાદ ત્યાં હાજર લોકોના ટોળાં એક્ઠા થઇ ગયા હતા , અને તાત્કાલિક 108 ની મદદથી બંન્ન ેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા .

  મોહમંદ અબ્દુલ સલામ મન્સુરીના જણાવ્યાં અનુસાર 10-1 2 જેટલા મિત્રો રેલવે યાર્ડમાં ક્રિકેટ રમવા ગયા હતા . ત્યારબાદ સમીર ટ્રેનના ડબ્બા પર ચડીને સેલ્ફી લઇ ટિકટોક પર વીડિયો બનાવવા જતા હાઇટેન્શન લાઇનને અડી ગયો હતો . જેથી સાથી મિત્ર નઇમ તેને છોડાવવા જતાં તે પણ દાઝી ગયો હતો . હાલ સમીરની તબિયત નાજુક છે . બંન્ને આગામી ધો .10 ના બોર્ડના વિદ્યાર્થીઓ હતા .

(2:32 pm IST)