Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ ફિલ્મી સ્ટાઇલે પીછો ; કારનું ટાયર ફાટતા દારૂનો જથ્થો ઝડપાયો

કારમાં બેઠેલા તમામ શખ્શો ફરાર :કાર સહિતનો મુદામાલ જપ્ત

વડાલી પોલીસ સ્ટેશન એરીયામાંથી સતલાસણા બાજુથી દારૂની ખેપ ભરીને જતી રૂ ૭૩,૩૫૦ની કિંમતનો સ્વિફ્‌ટ ડિઝાયર ગાડી કે જેનો ગાડી નંઃય્ત્ન-૦૨-મ્ડ્ઢ-૯૦૦૬ છે જેનો સ્પેશ્યલ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગુપ્ત માહિતીના આધારે પીછો કરવામાં આવ્યો હતો.

  ગાડીનો પીછો કરવામા આવ્યો ત્યારે ગાડી ધરોઈ થઇ વડાલીમાંથી પુરપાટ પસાર થઈ રહી હતી અચાનક ગાડીનું ટાયર ફાટતા વડાલી રેલવે ફાટક સુધીમાં પકડાઈ ગઈ હતી. જેમાં બેઠેલ ઈસમો પૈકી ગાડીના માલિક ભરતભાઇ કરસનદાસ પટેલ અને અન્ય બે ઈસમો ભાગી છુટ્યા હતા જેની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં કલમ ૬૫ (ઇ), ૧૬૬(બી), ૮૧, ૯૮ (૨) હેઠળ નોંધાઈ હતી. અંગત માહીતી અનુસાર આજુબાજુના વિસ્તારમાંથી દારૂ ચોરાયો હોવાનું પણ બહાર આવ્યું છે.

(1:42 pm IST)