Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ચલાલીમાં તળપદા સમાજના સંમેલનમાં અંધશ્રધ્ધામાંથી મુક્ત બનીને શિક્ષણને પ્રાથમિક્તા આપવા સમાજને હાકલ

જાગૃત બનીને વિકાસ તરફ અગ્રેસર બનવા સમાજે એકમત થવા અનુરોધ

ખેડા:તાજેતરમાં જિલ્લાના તળપદા સમાજમાં જાગૃતિ,શૈક્ષણિક સ્તર શ્રેષ્ઠ બને તે હેતુથી નડિયાદના ચલાલી ગામે તળપદા સમાજનું સંમલેન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં તળપદા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાસમાજના અન્ય જ્ઞાતિના લોકો ઉચ્ચ સ્થાન સુધી પહોંચીને પોેતાનું નામ સમાજમાં વધુ ઊંચુ બતાવે છે ત્યારે તળપદા સમાજે પણ રૂઢિચુસ્ત છોડી દઈને આગળ વધવું જોઈએ તેમ પ્રાસંગિક પ્રવચનમાં -મણભાઈ પટણીએ જણાવ્યું હતું. વહેમ, અંધશ્રધ્ધામાંથી મુક્ત બનીને શિક્ષણને પ્રાથમિક્તા આપવા રમિલાબેન તળપદાએ આહ્વાન કર્યું હતું. ચલાલીના સરપંચ ચંપકભાઈ તળપદાએ જણાવ્યું કે કોઈ ગુનો બને ત્યારે પોલીસને શંકાની શોધ તળપદા સમાજ તરફ ચીંધાય છે.પરંતુ સમાજે જાગૃત બનીને તળપદા સમાજનું ઉદાહરણ આપીને વિકાસ તરફ અગ્રેસર બનવા સમાજે એકમત થવા અનુરોધ કર્યો હતો.

પ્રસંગે વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષ -મણભાઈ પટણી કો. ડો.એમ. પટેલ શ્રધ્ધા હોેસ્પિટલ સુરત ડો. આર.એમ.પટેલ (રાધે હોસ્પિટલ ડાકોર) રમિલાબેન તળપદા ડિરેક્ટર વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમ પિન્કી બેન પટેલ (ફેશન ડિઝાઈનર સુરત) પ્રો. આર.બી. સક્સેના વા.પ્રિન્સિપાલ જે.જે.પટેલ કોલેજ નડિયાદ સહિત આણંદ -ખેડા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

. કાર્યક્રમના અંતે આભારવિધિ પુનમભાઈ તળપદા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણપતભાઈ મહુધાવાળાએ કર્યું હતું.

(11:28 pm IST)