Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બોરસદ-ધર્મજ રોડ પર બોચાસણ બસ સ્ટેન્ડ પાસે આઇશર ટેમ્પોએ અડફેટે લેતા બાઈક ચાલકનું મોત:મહિલા ઘાયલ

કણભા ગામે સંબંધીને ત્યાં ગયા હતા ત્યાંથી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

 

બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલા બોચાસણ ગામના બસસ્ટેન્ડ પાસે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા એક આઈશર ટેમ્પાએ અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતુ જ્યારે પાછળ બેઠેલા બાઈક ચાલકના પત્નીને ઈજાઓ થતાં બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

  અંગેની વિગત મુજબ પેટલાદ તાલુકાના સિંહોલ ગામે રહેતા તખતસિંહ સોમસિંહ ગરાસીયા અનાજ-કરિયાણાની દુકાન ચલાવે છે.તેઓ પત્ની વિમળાબેન સાથે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીક્યુ-૭૯૯નું લઈને બોરસદ તાલુકાના કણભા ગામે સંબંધીને ત્યાં ગયા હતા ત્યાંથી સાંજના સુમારે પરત ફરતા હતા ત્યારે સાડા પાંચેક વાગ્યાના સુમારે બોચાસણ પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટ્રક નંબર જીજે-૧૫, એક્સએક્સ-૫૯૭૬એ બાઈકને ટક્કર મારતાં દંપત્તિ ઉછળીને રોડ પર પટકાયા હતા. ત્યારબાદ આઈસરે બાઈકને દુર સુધી ધસડ્યું હતુ જેના કારણે બાઈકના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા

    તખતસિંહને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે વિમળાબેનને મોઢાના ભાગે તેમજ શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને તુરંત ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

(10:08 pm IST)