Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

આણંદમાં બી.એ.પી.એસ. અક્ષરફાર્મ ખાતે ફૂલદોલ ઉત્સવની ઉજવણી

 

આણંદ :આણંદમાં બી..પી.એસ. અક્ષરફાર્મ ખાતે ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરાઈ હતી બી..પી.એસ. છાત્રાલયના યુવકોએ ધૂન પ્રાર્થના સાથે સભાની શરૂઆત કર્યા બાદ પ્રાસંગિક કથાવાર્તા પૂ. સંતોએ કરી હતી. જેમાં છાત્રાલયના કોઠારી પૂ. અક્ષર તિલક સ્વામીએ કથા લાભ આપ્યો હતો. આણંદ બી..પી.એસ. મંદિરના કોઠારી પૂ. ભગવદ્ચરણ સ્વામીએ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયેલ ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવની દિવ્ય સ્મૃતિઓ વાગોળી હતી

 

   ફાગણ સુદ પૂનમના દિવસે ગુણાતીત સત્પુરુષ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાગટ્યોત્સવ સાળંગપુર ખાતે ભવ્યતાથી ઉજવાય છે. ચાલુ વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સિડની, ઓસ્ટ્રેલિયા ખાતે મહોત્સવ ઉજવાયો હતો. જેના પગલે સંસ્થાના તમામ સેન્ટરોમાં નાના પાયે પરંતુ ભક્તિભાવ પૂર્વ ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી.

   પ્રસંગે ચારૂતર વિદ્યા મંડળના નવા વરાયેલ ચેરમેન ભીખુભાઈ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપી સ્વામીના ગુણાનુવાદ ગાયા હતાં. સંકેત મોલના ડી.સી. પટેલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં. પાણીની અછતને ધ્યાને લઈને ખાસ પુષ્પોની પાંદડીઓની વર્ષા કરીને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો

(10:04 pm IST)