Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અમદાવાદ અેસઆરપી હેડકવાર્ટરમાં ૧૦ જવાનો સરકારી વાહનમાં પ૧ બોટલ દારૂ સાથે ઝડપાયા

અમવાવાદઃ અેસઆરપી ટીમના ૧૦ જવાનો વિદેશી દારૂ સાથે ઝડપાઇ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ હેડ ક્વાટર એસઆરપીના દસ જવાન ચેન્નઇમાં યોજાયેલ પોલીસ ડૉગ મીટમાં ભાગ લેવા માટે ગયા હતાં અને તેઓએ પરત આવતી વખતે કર્ણાટક અથવા તો મહારાષ્ટ્ર બોર્ડર ખાતેથી વિદેશી દારુની 51 બોટલ ખરીદી હતી. આ જવાનો પોલીસની ગાડીમાં જ ગયા હતા. અમદાવાદ પોલીસ કમિશ્નર એ. કે, સિંગને આ અંગે બાતમી મળી હતી અને તેમણે આકસ્મિક ચેકિંગ કરાવ્યુ હતું. જેમાં ઓઢવ વિસ્તારમાં રવિન્દ્ર પાર્ક પાસેથી એસઆરપી જવાનો દારુ સાથે પકડાયા હતા. પોલીસે 12 હજાર રૂપિયાની કિંમતની 51 બોટલ વિદેશી દારુ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.

(10:12 pm IST)