Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નડિયાદ: સેવાલિયા બસ સ્ટેન્ડમાં ગંદકી વધતા લોકો પરેશાન

નડિયાદ:સેવાલિયા બસ સ્ટેન્ડમાં લાંબા સમયથી ગંદકીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. આ બસ સ્ટેન્ડનો પંચાયતની હદમાં આવેલા બડેવિયા, સોનીપુર , રાજપુર, રામપુરા અને સેવાલિયાના લોકો ઉપયોગ કરે છે.  બસ સ્ટેશનની અંદર પ્રવેશતાની સાથે કચરનાં ઢગલાં જોવા મળે છે.

બસ સ્ટેશનના પાછળનાં વિસ્તારમાં પણ ગંદકીએ માજા મુકી નથી. આ કચરાનાં ઢગલાની વચ્ચે મુસાફરો માટે બેસવાના બાંકડા રાખવામાં આવેલા છે. મુસાફરોને મજબુરીનાં કારણે આ કચરાનાં ઢગલા વચ્ચે બેસવુ પડે છે.નવા બસ સ્ટેશનની અંદર આવેલ શૌચાલયમાં પાણીના અભાવે ખંભાતી લગાવી દેવામાં આવ્યું છે.

(6:34 pm IST)