Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

દાંતામાં દુષ્કર્મનો ભોગ બની સારવાર લઇ રહેલ યુવતી પાલનપુરની હોસ્પિટલમાંથી અચાનક ગૂમ થઇ જતા ચકચાર

દાંતા: પંથકમાં કુદરતી હાજતે જવા ગયેલ યુવતીને બે શખ્સોએ જંગલમાં ઉપાડી લઈ જઈ તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા જતા તેણીએ આનાકાની કરતા તેના માથા પર બોથડ પદાર્થ મારી બન્ને શખ્સોએ બળાત્કાર ગુજારી ભાગી છુટ્યા હોવાની અને તેણીની બેભાન હાલતમાં પડેલ હોવાની જાણ થતા તેના પરીવારજનોએ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હોવાની રાવ સાથે સોમવારે પોલીસવડા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જોકે દુષ્કર્મ પીડિત યુવતીની હાલત ગંભીર હોવાથી તેણીને અમદાવાદ રિફર કરવામાં આવી હતી. ગંભીર હાલત હોવા છતાં યુવતી ક્યાંક ચાલી ગઈ હોવાથી અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે દાંતા પંથકમાં આવેલા એક ગામની યુવતીને વિક્રમ અને સંજય નામના બે શખ્સોએ આ યુવતી કુદરતી હાજતે જવા ગઈ હતી તે વખતે મોઢું દબાવી તેણીનું અપહરણ કરીને ઉપાડી જંગલ વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં બુમો પાડીશ તો જાનથી મારી ફેંકી દઈશું તેમ કહી બળાત્કાર ગુજારવાની કોશિશ કરતા તેણીએ વિરોધ કરતા માથા ઉપર બોથડ પદાર્થ મારી બન્ને શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની રાવ સાથે આજે તેણીના પરીવારજનોએ પોલીસવડાને લેખિતમાં રજુઆત કરી હતી.

(6:18 pm IST)