Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ગાંધીનગરમાં GPSC પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં સંડોવાયેલ મુકેશ પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ

ગાંધીનગરઃ GPSC પરીક્ષા પાસ કરાવવા માટેના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં સંડોવાયેલ મુકેશ પટેલ સામે હાઇકોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઇશ્‍યુ કરવામાં આવ્યો છે.

ટીસીસીઆઇ એજ્યુકેશન લિમિટેડના ડાયરેક્ટર મુકેશ પટેલ સામે હાઇકોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યા છે. ગાંધીનગરના સેક્ટર 7માં મુકેશ પટેલ TCCI નામે ક્લાસ ચલાવતો હતો. જેમાં હોશીયાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી તેમને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતો હતો. જેમાં સરકારી સચિવ સાથે વાત થઇ ગઇ હોવાનું કહી પરિવાર પાસેથી લાખો રૂપિયા ખંખેરતો હતો.

પરંતુ રૂપિયા લીધા બાદ પણ વિદ્યાર્થીને નોકરી અપાવી શકતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતું. જેમાં મુકેશ પટેલ સામે ગાંધીનગર, પ્રાતિજ અને તલોદમાં ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આપેલા આગતરા જામીનનો પણ તેણે પાલન કર્યુ. જેથી કોર્ટના આદેશના અનાદરની અરજીમા હાઇકોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું છે. પરંતુ હાલ મુકશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

(6:03 pm IST)