Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ઉમરેઠ-ડાકોર રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા કુલ 19 મહિલાને ઇજા :4 મહિલા ગંભીર

ઠાસરાના અદણીથી ખીજલપુર તરફ કાણમાંકણામાં જવા માટે મહિલાઓએ છોટા હાથી ભાડે કર્યો હતો

 

ઉમરેઠ ડાકોર રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 15 મહિલાઓને સામાન્ય ઈજા થઈ હતી જયારે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે

  અંગે મળતી વિગતો મૂજબ ઠાસરાના અદણીથી ખીજલપુર તરફ કાણમાંકણામાં જવા માટે મહિલાઓએ છોટા હાથી ભાડે કર્યો હતો છોટા હાથીમાં ર૦ જેટલી મહિલાઓ સવાર હતી ત્યાં અચાનક છોટા હાથીનું ટાયર ફાટતાં છોટા હાથીના ડ્રાઈવરે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતુ અને અકસ્માત સર્જાયો હતો.જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાન હાની થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ ૧પ મહિલાઓને સામાન્ય તો મહિલાઓને ગંભીર ઈજા થઈ છે જેઓને નડીયાદ રીફર કર્યા હોવાનું ઉમરેઠ હોસ્પિટલ પાસેથી જાણવા મળ્યું હતુ.

(9:19 am IST)