Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

વિદેશમાં જવાની લાલચમાં અમદાવાદના યુવકે ૩ લાખ ગુમાવ્યા

અમદાવાદઃ વિદેશમાં સ્‍થાયી થવાની લાલચમાં અમદાવાદના અેક યુવકે રૂૂ. ૩ લાખ ગુમાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના નારણપુરામાં રહેતા તરૂણ શર્મા નામના યુવકે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે એમબીએનો અભ્યાસ કર્યો હોવાથી તેમની ઇચ્છા હતી કે તે કેનેડા જઇને સેટલ થવા માંગે છે.

જેથી ગત જાન્યુઆરી 2017માં મોબાઇલ ફોનથી વીઝા અંગે ઓનલાઇન તપાસ કરતા ચેન્નાઇમાં મારીયો કન્સલ્ટન્સી પર વિગતો તપાસવા માટે ત્યાં કોલ કર્યો હતો જ્યાં ગ્રેસી નામની એક યુવતીએ તેમને ખાતરી આપી હતી કે માત્ર ચાર લાખ રૂપિયામાં તેમની ફર્મ કેનેડાના વીઝા અને નોકરીની વ્યવસ્થા કરી આપશે. જેથી તરૂણને વિશ્વાસ આવતા તે ચેન્નાઇ ખાતે ગયા હતા અને મારીયો વીઝા ફર્મના માલિક પી રાજેશ અને રાજકુમારી મુરગનને મળ્યા હતા.જ્યાં તેમણે બે લાખ રૂપિયા એડવાન્સ રૂપિયા માંગ્યા હતા અને જરૂરી કાગળો પણ મંગાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ પરત આવીને તરૂણે જરૂરી કાગળો મોકલી આપ્યા હતા અને બે લાખ રૂપિયા પણ ફર્મના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

ત્યારબાદ 30 દિવસમાં વીઝા આપવાની વાત પણ કરવામાં આવી હતી પણ 30 દિવસ બાદ ફોન કરતા તેમને સંતોષકારક જવાબ મળતો ન હતો. જો કે એક વાર ફોન કરતા ફર્મના માલિકે ફાઇનલ વીઝા પ્રોસેસ માટે ઓરીજીનલ પાસ પોર્ટ અને કાગળો મંગાવ્યા હતા. જેથી તરૂણે ચેન્નાઇ ખાતે કાગળો મોકલી આપ્યા હતા. પણ એક મહિના બાદ તપાસ કરી ત્યારે આંચકો લાગ્યો હતો. કારણ કે પી રાજેશ અને તેના પાર્ટનર ફર્મને તાળા મારીને પલાયન થઇ ગયા હતા એટલું જ નહી. તપાસ કરતા એ પણ ખબર પડી હતી કે આરોપીઓ હજારો લોકોના કરોડો રૂપિયા લઇને જવાબ ન આપતા તેમણે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યાં પણ પોલીસ કોઇ જવાબ ન આપતા તેમણે અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંગનો સંપર્ક કર્યો હતો તેમની સાથે થયેલી છેતરપીંડી અગે જાણ કરતા પોલીસ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઇને ઘાટલોડીયા પોલીસને ફરિયાદ નોંધીને તપાસ કરવાના આદેશ કરતા છેવટે ફરિયાદ નોંધી હતી.પલાયન થઇ ગયા હતા.

(6:30 pm IST)