Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે લાભાર્થીઓને મકાન ભાડુ ન મળતા હોબાળો

વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. મકાન ખાલી કર્યા બાદ નિર્ભર ખર્ચ ન મળતા લોકોએ સાંઈ રૂચી કોન્ટ્રાક્ટરની ઓફિસે હોબાળો મચાવ્યો હતો.

ભાડુ આપવાની માગ કરી હતી. 500 લોકોના ટોળાએ હોબાળો મચાવતા પોલીસ કાફલો પણ ધસી આવ્યો હતો. સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

લાભાર્થીઓએ પણ આરોપ લગાવ્યા કે પાછલા 1 વર્ષથી સાંઈ રૂચી કોન્ટ્રાક્ટર દ્વારા ભાડુ ચુકવવામા નથી આવતુ અને તેમને વહેલા મકાન પણ ફાળવવામાં આવતા નથી.

(6:14 pm IST)