Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મહેસાણામાં હીરાનગર ચોકમાંથી રઝળતા 3 વર્ષના બાળકના માતા-પિતા મળી આવ્‍યાઃ બાળક મળી આવતા લોકોમાં અનેક ચર્ચાઓ

આ ઘટનામાં રિક્ષા ચાલક બાળકને મુકી ગયો હોવાનું સામે આવ્‍યુઃ બાળક રાજસ્‍થાનના શિરોહીનું

મહેસાણાઃ મહેસાણામાંથી 3 વર્ષનું બાળક ગુમ થયું હોવાની ઘટના સામે આવી છે. પરંતુ થોડાક કલાકોમાં બાળકના માતાપિતા મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહેસાણાના હીરાનગર ચોકમાં 3 વર્ષના બાળકને રઝળતું મૂકી દેવામાં આવ્યું હતું. પરંતુ થોડાક સમયમાં માતા પિતા મળ્યા હતા અને બાળક રાજસ્થાનના શિરોહીનું હોવાનો ખુલાસો થયો હતો.

ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે  મહેસાણાના હીરાનગર ચોકમાં 3 વર્ષના બાળકને રઝળતું મૂકી દેવામાં આવ્યું હતું. હીરાનગર ચોકમાંથી 3 વર્ષનું બાળક મળી આવતા વિસ્તારમાં અલગ અલગ ચર્ચાઓ જાગી હતી. ઘટનામાં રિક્ષામાં આવેલ શખ્સ બાળકને મૂકી ગયાનો ખુલાસો થયો હતો. રિક્ષાની તપાસ થતાં અમદાવાદ પાર્સિંગની રિક્ષા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ બાળકને બી ડિવિઝન પોલીસ મથકે સોંપ્યું હતું.

બાળકના વાલી વારસોને બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરી હતી. ત્યારબાદ બાળક કોનું છે અને એકલું હિરનગર ચોક કેવી રીતે પહોચ્યું તેની કોઈ વિગત શોધવામાં આવી હતી. પરંતુ થોડાક કલાકોમાં મહેસાણામાં 3 વર્ષના બાળકને રઝળતો મૂકનાર માતા-પિતા મળ્યા હતા. બાળક રાજસ્થાનના સીરોહીનું હોવાનું સામે આવ્યું હતું. આખરે પોલીસે થોડાક સમયમાં બાળકના માતા-પિતાને શોધી કાઢ્યા હતા.

(5:42 pm IST)