Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે

કાલે તા.૭ ને મંગળવારે અને તા.૮ ને બુધવારે ગાંધીનગરમાં સાંસદો-ધારાસભ્યો-પ્રજાવર્ગોને મળી શકશે નહી

રાજકોટ તા.૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.૭ ફેબ્રુઆરી, મંગળવાર અને તા.૮ મી ને બુધવારે ગાંધીનગરમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી ૧પ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક તા. ૭ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. 
આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી  કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી  પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.

 

(4:34 pm IST)