Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા ડાકોરના ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત

મૃતક યુવાનો કારના માલિકને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા : આ દરમિયાન કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ ગઇ હતી

 આણંદ તા. ૬ : એક્‍સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા મોત નીપજયા છે. આણંદ એક્‍સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ કાર અથડાઇ જતા આ ગમખ્‍વાર અકસ્‍માત થયો છે. ખંભોળજ પોલીસ દ્વારા આ અંગે ઘટના સ્‍થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ કારમાં સવાર યુવાનો કારના માલિકને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયના કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ ગઇ હતી. આ અકસ્‍માતમાં મોતનો કોળિયો બનેલા ત્રણેવ યુવાનો ડાકોરનાં રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેના કારણે પરિવાર સહિત આખા ડાકોરમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ તમામ મૃતકોને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ખંભોળજ પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ગમખ્‍વાર અકસ્‍માતને કારણે આખા પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

(5:06 pm IST)