Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નર્મદા જિલ્લાના 121 ગામો માંથી ઇકો સેન્સિટિવ ઝોન હટાવવા સાંસદની રજુઆત થતાં સરપંચો દ્વારા સન્માન

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં સંસદ સભ્ય મનસુખ વસાવાનો જાહેર સન્માન કાર્યક્રમ યોજાયો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાચાબોલા અને આખાબોલા એવા સાંસદ મનસુખ વસાવા કે જેઓ આદિવાસીઓના પ્રશ્નો અને સમસ્યા માટે પોતાની સરકસર સામે હંમેશા આવાઝ ઉઠાવે છે તેમણે તાજેતરમાં જિલ્લામાં 121 ગામોમાં ઇકો સેન્સેટિવ ઝોન દાખલ કરાતા અને ખેડૂતોના ખાતામાં 135 ડી ની નોંધ નાખતા આ મામલે સરકાર આ નોંધ રદ કરવા રજૂઆત કરી હતી અને સંસદસભ્ય પદેથી રાજીનામુ અપાતા સરકારે 135 ની નોંધ તાત્કાલિક અસરથી રદ  કરી હતી ત્યારે ઇકો સેન્સિટિવ ઝોન પણ રદ્દ કરવા લોકસભામાં પણ ગત સપ્તાહે મનસુખ વસાવા એ આ મામલે રજુઆત કરી હતી ત્યારે આ ગંભીર મામલે સાંસદની કામગીરીને બિરદાવવા જિલ્લાના પાંચેય તાલુકાના સરપંચો તરફ થી મનસુખ વસાવાનું જાહેર સન્માન રાખવામાં આવ્યું હતું.

   આ તબક્કે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે જુના દાખલ બતાવી કેટલાક લોકો આદિવાસીઓને ભરમાવે છે ત્યારે જંગલના કાળા કાયદા વચ્ચે પણ ભાજપ સરકારે આદિવાસીઓનો વિકાસ કર્યો છે ઇકો ઝોન એ કેન્દ્ર સરકારનો પ્રસન્ન છે અને તે રદ્દ કરવા ચૂંટણી પછી રજુઆત કરીશુ જેમાં ગુજરાત સરકાર પણ મદદ કરશે. વધુમાં  જણાવ્યું હતું કે પદ અને સત્તાએ સંપત્તિ ભેગી કરવા નહિ પરંતુ પ્રજાસેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે છે

. નોંધનીય છે કે આ કાર્યક્રમ કોઈ પક્ષ કે સંસ્થા તરફથી નહિ પણ જિલ્લાના વિવિધ ગામના સરપંચો તરફથી યોજાયો હતો.

(10:50 pm IST)