Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

તિલકવાડા પો.સ્ટે.ના ચોરીના ગુનાના નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકરસિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સારૂ તેમના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડવા મધ્યપ્રદેશ ખાતે સી.એમ.ગામીત,પો.સ.ઇ. કેવડીયા તથા તેમની ટીમને મધ્યપ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ જે દરમ્યાન સી.એમ.ગામીત પો.સ.ઇ. કેવડીયાનાઓએ તથા તેમની ટીમ મારફતે તિલકવાડા પો.સ્ટે.ના ચોરીના ગુનો નાસતો ફરતો આરોપી કૈલાશ સીલદાર દેવયંભીલ (રહે.બોકડીયા ગામ તા.કઠીવાડા જી.અલીરાપુર ( એમ.પી. )ને ઝડપી પાડી તિલકવાડા પો.સ્ટેના ગુનામાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:43 pm IST)