Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીલક્ષી માટે નિમાયેલા નોડલ અધિકારીઓની યાદી જાહેર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :  રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮, ફેબ્રુઆરી, ૨૦૨૧ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આદર્શ આચાર સંહિતાના અમલ સાથે મુક્ત, ન્યાયી અને તટસ્થ રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીના સરળ સંચાલન સાથે સુપેરે પાર પડે તે માટે વિવિધ નોડલ અધિકારીઓની કરાયેલી નિયુક્તિ બાદ યાદી જાહેર કરવામાં આવી છે. 
  જેમાં એમ.સી.સી. અને આચારસંહિતાના અમલ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડિંડોર (મો.નં.૯૮૨૫૬૧૭૩૯૯ અને ૯૫૭૪૦૫૫૧૯૨), પોસ્ટલ બેલેટ પેપર માટે પ્રાયોજના વહિવટદાર બી.કે. પટેલ (મો.નં.૯૯૭૮૪૦૫૬૪૫), પ્રચાર અને મિડીયા માટે નાયબ માહિતી નિયામક વાય.આર. ગાદીવાલા (મો.નં.૯૪૨૮૬૯૪૯૭૬), ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વી.ડી.અચલ (મો.નં.૯૯૨૫૮૪૨૫૪૨),સ્ટાફ વેલફેર માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ (મો.નં.૯૯૭૮૯૬૭૬૦૨),તાલીમ મેનેજમેન્ટ અને સ્વીપ કાર્યક્રમ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશકુમાર પટેલ (મો.નં.૯૯૦૯૯૭૧૬૮૬), ઓબ્ઝર્વરના નોડલ અધિકારી તરીકે જિલ્લા પુરવઠા મામલતદાર ડી.જે. ગોહેલ (મો.નં.૯૪૨૭૩૦૬૩૮૫),મટીરીયલ મેનેજમેન્ટ માટે કલેક્ટર કચેરના જનસંપર્ક અધિકારી એચ.કે.ગઢવી (મો નં.- ૭૨૬૫૦૨૭૦૧૩) ઇવીએમ મેનેજમેન્ટ માટે જિલ્લા આયોજન અધિકારી ડી.એમ. મકવાણા (મો.નં.૯૪૦૮૪૫૨૭૧૩), હેલ્પલાઇન અને ટેલીફોન કંટ્રોલ રૂમ માટે જિલ્લા આંકડા અધિકારી એ.જે. વસાણીયા (મો.નં.૯૪૨૮૭૧૮૨૨૫), કોવિડ-૧૯ અંતર્ગત કામગીરી માટે એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ. કશ્યપ (મો.નં.૯૦૯૯૯૪૩૩૩૫), તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોના હિસાબોના મોનીટરીંગ માટે જિલ્લા તિજોરી અધિકારી એન.જી. ગાવિત (મો.નં.૯૯૭૮૩૫૬૬૮૪), નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના હિસાબોના મોનીટરીંગ માટે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી આર.એમ. ચૌધરી (મો.નં.૯૯૧૩૮૫૯૬૭૮) અને ચૂંટણી સ્ટાફના વ્યવસ્થાપન માટે ચીટનીશ-ટુ-કલેક્ટર એસ.એન. સોની (મો.નં.૯૮૨૫૮૭૫૫૫૯)ને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

(10:33 pm IST)