Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કેવડીયા તરફના વિસ્તારના લોકોની આત્મનિર્ભરતા બાબતે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

કેવડીયા આસપાસના 50 થી વધુ ખાનગી વાહનોને સ્ટેચ્યુ તરફ ફેરવી રોજગારી માટેની પરવાનગી આપવા રજુઆત કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા તેમજ આજુ બાજુના વિસ્તારમાં રીક્ષા કે ખાનગી વાહનો પર ગુજરાન ચલાવતા લોકો એ કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની રોજગારી ન છીનવાઈ તે બાબતે ઘટતું કરવા રજુઆત કરી છે

.આવેદનમાં જણાવ્યા મુજબ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડીયાના આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકો ખાનગી ગાડી અને રીક્ષાનો ધંધો કરી વર્ષોથી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ભેદભાવ જોવા મળે છે.

જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી દ્વારા સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવે છે પરંતુ અહીંની હકીકત કઈ અલગ જ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ટુરિઝમનો સૌથી મોટો પ્રોજેકટ કહેવામાં આવ્યો છે,જેથી દેશ-વિદેશના પ્રવાસીઓથી સ્થાનિક વિસ્તારમાં પ્રવાસનમાં વધારો થશે આમ તેના સાથે જોડાઈને ખુબ ખુશ હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી અહીં અલગ અલગ પ્રકારની પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાકટ આપી દેવામાં આવે છે , જેથી હાલની પરિસ્થિતિ એવી છે સ્થાનિકો રોજીરોટી માટે લોન પર લીધેલ રીક્ષા તથા ગાડીઓ ચલાવી રહ્યા હતા.પરંતુ લોકડાઉનના સમય બાદ ફરી દેશની તથા દરેક વ્યક્તિ પોતાની અર્થવ્યવસ્થા બેઠી કરવા માંગે છે તેમ છતાંય અહીંયા સ્થાનિક ક્ષેત્રે ઘણા વિસ્તારો પર પ્રતિબંધ લાગાવી દેવામાં આવ્યા છે જેમાં રેલવે સ્ટેશન કેવડીયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર, ટેન્ટસીટી જેવા સ્થાનિક વિસ્તારોમાં પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે જેથી ત્યાં સ્થાનિકોની રોજગારી બીજી શું ? એવું પ્રતિત થઈ રહ્યું છે કે દેશના પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી સ્થાનિક રોજગારીની વાત કરે છે એનું સ્થાનિક પ્રશાસન દ્વારા સીધું જ ઉલ્લંઘન થઇ રહ્યું છે.જે બાબતે ગંભીરતાથી વિચારી તથા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા આજે સ્થાનિકો એ નર્મદા કલેકટરને એક આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

(10:23 pm IST)