Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ગાગર ગામના વ્યક્તિથી બાઈકનો હપ્તો નહિ ભરાતા ફાઇનાન્સ વાળા ખેંચી જતા ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ગાગર ગામના વ્યક્તિએ મો.સા.ના હપ્તા નહિ ભરાતા દવા પી લીધા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર ગાગર ગામમાં રહેતા વડીલાબેન જેમલભાઇ વસાવાની રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ  મુજબ તેમના પતિ જેમલ ભાઇ શકરાભાઇ વસાવાએ મોટર સાયકલ ફાયનાન્સ ઉપર લોનથી લીધી હોય જેનો હપ્તો બાકી રહી જતા મોટર સાયકલ ફાઇનાન્સ વાળા ખેંચી જતા તેઓ ટેન્શનમાં આવી જતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી ગયા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:19 pm IST)