Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજપીપળા કેવડીયા રોડ પર માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પનુંનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળાથી કેવડીયા જતા માર્ગ ઉપર આજે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
 માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લામાં જિલ્લા એનસીડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા,આર.ટી.ઓ કચેરી,રાજપીપળા તેમજ પોલીસ વિભાગના સહયોગથી આજરોજ રાજપીપળા કેવડીયા માર્ગ પર એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઇવર,ક્લીનર તેમજ આમ જનતા એ મોટી સંખ્યામાં લાભ લીધો હોય તમામ લાભ લેનાર લોકોના આરોગ્ય ની તપાસ કરવામાં આવી હતી.
  આરોગ્ય કેમ્પનું આયોજન વી.ડી.આસલ,એ.આર.ટી.ઓ ટ્રાફિક પીએસઆઇ કે.એલ.ગલચર તેમજ કેતનભાઈ માછી,ડીપીસી,જિલ્લા એનસીડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યું હતું

(10:14 pm IST)