Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અમદાવાદમાં કોંગ્રેસે ચાર વોર્ડમાં નેતાના પુત્રોને મેદાનમાં ઉતાર્યા : અમરાઇવાડી, દરિયાપુર, લાંભા અને ગોમતીપુરમાં ટિકિટ આપી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચાર વોર્ડમાંથી કોંગ્રેસે નેતા પુત્રોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે અમરાઇવાડી, દરિયાપુર, લાંભા અને ગોમતીપુરમાં નેતાના પુત્રોને ટિકિટ આપી છે.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં તોફિક ખાન પઠાણના પુત્ર ઝુલ્ફી ખાન પઠાણને ગોમતીપુરથી ટિકિટ આપવામાં આવી છે. દરિયાપુરથી લડતા સુરેન્દ્રસિંહના દીકરા નીરવ બક્ષીને પણ આ વખતે દરિયાપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અમરાઇવાડીના બળદેવભાઇ દેસાઇના દીકરા વિજય દેસાઇને ટિકિટ આપવામાં આવી છે. લાખા ભરવાડના દીકરા મેહુલ ભરવાડને લાંભામાંથી કોર્પોરેટરની ટિકિટ આપવામાં આવી છે.

(9:11 pm IST)