Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દેશના ખેડૂતોને વડાપ્રધાનની ભેટ : પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના

22,24 લાખ ખેડૂતોના 5.231 કરોડના દાવાની ચુકવણી : 21 લાખ ખેડૂતોની 27 લાખ હેકટર જમીન માટે 5,500 કરોડની પ્રીમિયમ સબસીડી : 2020થી રાજ્ય સરકારે વગર પ્રિમિયમે તમામ ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કર્યો અમલ

અમદાવાદ : 22,24 લાખ ખેડૂતોના 5.231 કરોડના દાવાની ચુકવણી કરાઈ છે, 21 લાખ ખેડૂતોની 27 લાખ હેકટર જમીન માટે 5,500 કરોડની પ્રીમિયમ સબસીડી અપાઈ છે વર્ષ 2020થી રાજ્ય સરકારે વગર પ્રિમિયમે તમામ ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કર્યો છે

સંવેદનશીલતા ,પારદર્શકતા,નિર્ણાયકતા અને પ્રગતિશીલતા જેવા વિકાસના ચાર આધરસ્થંભો પર ગુજરાતની રૂપાણી સરકાર ઉભી છે વડા પ્રધાન મોદીએ ચીંધેલા માર્ગે પર અવિરત વિકાસ હાંસલ કરી રહી છે

ખેડૂતોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી યોજના એટલે *"કિસાન સૂર્યોદય યોજના"
દિવસે વીજળી મળતા ખેડૂતોને રાતના ઉજાગરાનો અંત આવ્યો, જિંદગી કાંઈક ઢંગની બની
4000  ગામોને લાભ મળવાનો શરૂ કરી પણ થઈ ચૂક્યો છે
જંગલી પશુઓ અને જીવજંતુઓ કરડવાના ત્રાસમાંથી ખેડૂતોને મુકિત મળી છે  કિસાનનું જીવતર અને કૃષિ ઉજાળવા 7500 કિલોમીટરની સર્કિટ ટ્રાન્સમિશન લાઈન સ્થપાશે
આ યોજનાથી ખેતીના કામો માટે ખેડૂતોએ રાત્રે ઉજાગરા વેઠવા નહી પડે, ખેતી હવે દિવસે જ સંભવ બનશે અને પાક ઉત્પાદનમાં અનેકગણો વધારો થશે વાવણીથી  વેચાણ સુધી ખેડૂતો સાથે સત્તત. ઝીરો ટકા વ્યાજથી પાક ધિરાણ  આ માટે રૂપિયા 1000 કરોડની જંગી રકમની જોગવાઈછે  અત્યાર સુધીમાં પંદર લાખથી પણ વધુ ખેડૂતો ઝીરો ટકા વ્યાજના દરે આવી સહાય મેળવી પણ ચૂક્યા છે
બિયારણ ખાતર અને આનુષંગિક ખર્ચ માટે "કૃષિ ધિરાણની સવલતો" આપી છે
ધિરાણ પર વ્યાજના ઘોડા ભરવામાંથી મુક્તિ મળતા ખેડૂતોને મોટી રાહત મળી છે
ધરતીપુત્રોને વાવણી માટે આર્થિક બળ પ્રાપ્ત થતાં તેમના પરિશ્રમના પરસેવાનો યોગ્ય બદલો મળ્યો છે

(9:07 pm IST)