Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સ્થાનિક ચૂંટણીમાં માહોલમાં ગરમાવો : કાલે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ઔવેસી એકસાથે અમદાવાદમાં

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરસોત્તમ રૂપાલા અમદાવાદમા હાજર

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે સૂત્રોની માહિતી પ્રમાણે આવતીકાલે અમિતભાઈ  શાહ ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલ સાંજે અમિતભાઈ  શાહ અમદાવાદ આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો સાથે વાતચીત કરશે. સાથે તેમનો ઉત્સાહ પણ વધારશે. જો કે, આજે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરસોત્તમ રૂપાલા અમદાવાદમાં છે.

 આ તરફ હૈદરાબાદથી બિહાર અને બંગાળ સુધી પોતાની પાર્ટીને લઈ જનારા ઔવેસી પણ ગુજરાત આવી રહ્યા છે. એક તરફ અમિત ભાઈ  શાહ પણ અમદાવાદમાં હશે. તો ઔવેસી પણ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે.

(8:11 pm IST)