Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સરિતા ગાયવકવાડ સુરત એરપોર્ટ DySP નિમાયા

ડીવાયએસપી તરીકે સીધી નિમણૂક : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરિતા ગાયકવાડને ટ્વીટર પર શુભકામના પાઠવવામાં આવી

અમદાવાદ,તા.૬ : ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમાં સુરત એરપોર્ટ ખાતે ડીવાયએસપી તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગત ઓક્ટોબરમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી હતી. તે સમયે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સી.વી. સોમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ મુજબ સરિતા ગાયકવાડને ડીવાયએસપી તરીકે સીધી નિમણૂક આપવામાં આવી છે જે એક ક્લાસ વન રેક્ન છે. તેઓ ભવિષ્યમાં આઈપીએસ તરીકે નામાંકન મેળવી શકશે અને એડીજીપી ક્રમ સુધી પહોંચી શકે છે. સરકાર તેમને પોલીસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છા પાઠવે છે. રાજ્યના તમામ ખેલાડીઓ માટે આ એક મોટું પ્રોત્સાહન છે.

આ અંગે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરિતા ગાયકવાડને ટ્વીટર પર શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, 'ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની ૪ ટ ૪૦૦ મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની ૨૩ વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારત માટે ૪ -૪૦૦ મીટર રીલેદોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

તેણીએ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઓસ્ટ્રેલિયા ખાતે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને ૪-૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.

(7:56 pm IST)