Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર અભદ્ર લખાણ લખાયુઃ બાઇક ઉપર આવેલા અજાણ્‍યા શખ્‍સનું કારસ્‍તાનઃ ટિકીટ કપાતા નારાજગી હોવાની ચર્ચા

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પાલડી સ્થિત કાર્યાલય બહાર મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજીવગાંધી ભવનની બહાર કોંગ્રેસ વિરૂદ્ધ દિવાલ પર અપશબ્દો લખવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.

કોંગ્રેસના કાર્યકર-નેતાઓનો જમાવડો

કોંગ્રેસ ભવન બહાર અજાણ્યા શખ્સ દ્વારા અભદ્ર લખાણ લખવામાં આવ્યુ છે. લખાણ લખનાર વ્યક્તિએ પોતાની ઓળખ આપી નહતી. મીડિયાએ સવાલો પૂછતા બાઇક લઇને આવેલો શખ્સે બચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાં કારણથી લખાણ લખ્યુ એ બાબતની પૃષ્ટી કરી શકાઇ નહતી.

કોંગ્રેસ ભવનની દિવાલ પર માઇનોરિટીના ચેરમેન વજીરખાન પઠાણને લઇને પણ અપશબ્દો લખવામાં આવ્યા હતા. વજીર ખાનના પુત્ર સમીર ખાન પઠાણ મક્મપુરા વોર્ડમાંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ મક્તમપુરા વોર્ડમાંથી કોંગ્રેસના કાર્યકરોની ટિકિટ કપાતા નારાજગી દર્શાવવા આવા લખાણ લખવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યુ છે.

ભાજપમાં ટિકિટ મેળવવા સજ્જાદે કર્યો હતો પ્રયાસ

મક્તમપુરા વોર્ડમાંથી ભાજપની ટિકિટ મેળવવા માટે સજ્જુલાલે ભરપૂર પ્રયાસ કર્યા હતા અને પોતાના નામના મોટા મોટા બેનર રોડ રસ્તા પર લગાવ્યા હતા. લોકોને પોતાની તરફ ખેચવા માટે તેમણે માસ્ક અને ઘરે ઘર ડોલ (પાણીની બાલ્ટી) પણ પહોચાડી હતી. લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છતા તેમણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નહતી.

(5:20 pm IST)