Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અમદાવાદમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતિ સગર્ભા થતા યુવકે છોડી દીધીઃ સોનોગ્રાફી કરવા ગયેલ યુવતિ પાછળ હોસ્‍પિટલમાં ચપ્‍પુ લઇને પહોંચી ગયો

સુરત: પ્રેમિકા અને અમદાવાદનો પ્રેમી છેલ્લા 3 માસથી લીવ ઇનમાં રહેતા હતા. જો કે બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ જો કે લગ્ન પ્રુર્વે જ પ્રેમીએ તેનો ફોન અચાનક ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ અંગે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત ખાતેમોકલી આપવામાં આવી હતી.

સુરતમાં રહેતી એક યુવતી અમદાવાદમાં રહેતા બોયફ્રેન્ડ સની સાથે છેલ્લા 3 મહિનાથી લીવ ઇનમાં રહેતી હોવાનાં કારણે આવતી જતી હતી. બંન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. યુવતી ગર્ભવતી થઇ જતા તેણે પોતાના મિત્રને ફોન કર્યો હતો. સનીએ જો કે આ સમાચાર બાદ ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ પોતાના મિત્રને નંબરો આપી આ યુવતી સાથે અશ્લીલ વાતો કરવા અને ગાળો આપવા માટે જણાવ્યું હતું.

જેથી યુવતીએ ગભરાઇને ગર્ભપાતની ગોળીઓ લઇ લીધી હતી. થોડા દિવસ બાદ યુવકે યુવતીને ફોન કરીને સમગ્ર ઘટનાક્રમ સાંભળ્યા બાદ અમદાવાદ બોલાવી હતી. અમદાવાદ આવેલી યુવતી સોનોગ્રાફી કરાવવા એકલી હોસ્પિટલે ગઇ હતી. જેથી ગુસ્સે ભરાયેલો યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઇને ઘસી ગયો હતો. ગભરાયેલી યુવતીએ આખરે મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માંગી હતી.

(5:15 pm IST)