Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમ્યાન કોન્ટ્રાકટરની બેદરકારીથી પાણીની પાઇપ લાઈન તૂટતાં હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

બનાસકાંઠા:જિલ્લાના ડીસામાં આવેલ જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તૂટીજતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તેમજ પાઇપલાઇન  તૂટતા દુકાનદારો અને સ્થાનિક રહીશો કંટાળેલા લોકોએ આજે હંગામો મચાવતા કોન્ટ્રાક્ટર સાથે ઘર્ષણ સર્જાયું હતું.

ડીસાના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિરની સામે છેલ્લા અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામ કાજ ચાલી રહ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા રોડનું ખોદ કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે પાણીની પાઇપ લાઈન તૂટી જતા ખાડામાં પાણીનો ભરાવો થતા માટીમાં પોલાણ  થતા દુકાનો પાયામાંથી ધરાસાઈ થવાની દુકાનદારોમાં ભીતિ સેવાઇ રહી છે. નગરપાલિકામાં બે દિવસથી  રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીની પાઇપલાઈન કે રિપેરીગ ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવામાં મળ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટને રીપેરીંગ કામ કરવા માટે કહેતા કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને તેમજ દુકાનદારોનું ન સાંભળતા કોન્ટ્રાક્ટર તેમજ દુકાનદાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

(4:46 pm IST)
  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,624 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,08,27,170 થઇ :એક્ટિવ કેસ 1,45,196 થયા: વધુ 11,996 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05,21,409 થયા :વધુ 71 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,028 થયા access_time 1:00 am IST

  • કોરોના વેકિસન અપાયા પછી ૨૨ ના મૃત્યુ થયા છેઃ જો કે કોરોનાને લીધે નથી થયાઃ હેલ્થ તંત્ર : આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે શુક્રવાર સુધીમાં દેશમાં કોવિડ ૧૯ મહામારી સામે રક્ષણ મેળવવા વેકસીન લીધા પછી કુલ ૨૨ લોકોના મૃત્યુ થયા છે. જો કે એક પણ મૃત્યુ વેકસીનને લીધે થયાનું પ્રમાણિત થયું નથી. વેકિસન મૂકાવ્યા પછી છેલ્લા ૨૪ કલાકમાં એક મૃત્યુ નોંધાયું હોવાનું આરોગ્યના એડિશનલ સેક્રેટરી મનોહર અગ્નાનીએ વધુમાં જણાવ્યું છે, આજ સુધીમાં કુલ ૫૨.૯૦ લાખ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે. access_time 2:29 pm IST

  • જામનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસએ પોલીસને મેદાનમાં ઉતાર્યા :વોર્ડ નંબર ૧૬માં તાજેતરમાં નિવૃત્ત થયેલા PSI અળશીભાઈ વાઘને ફાળવી ટીકીટ: ભાજપના વીનુભાઈ ખીમસુર્યાની સામે કોંગ્રેસે અનુભવી નિવૃત ફોજદાર લડશે ચૂંટણી જંગ access_time 8:19 pm IST