Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ગાંધીનગર-માણસા હાઇવે નજીક જવાનો માર્ગ બિસ્માર હાલતમાં રહેતા અકસ્માતનો ભય વધ્યો

ગાંધીનગર:ગાંધીનગર - માણસા હાઇવે ઉપર આવેલાં રાંધેજા ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ ઉબડ - ખાબડ બની જતાં વાહનચાલકો માટે પણ શીરદર્દ બની ગયો છે. તો બીજી તરફ માર્ગ ઉપર ધુળનું સામ્રાજ્ય સર્જાતાં રાહદારીઓ પણ હેરાન પરેશાન થઇને અવર જવર કરી રહ્યાં છે. માર્ગનું સત્વરે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ કરાયેલાં નવા ગામોમાં વસવાટ કરતાં રહિશો હાલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે ગાંધીનગર - માણસા હાઇવે ઉપર આવેલાં રાંધેજા ગામમાં જવાના માર્ગ ઉપર ઠેકઠેકાણે મસમોટા ખાડા પડી જવાથી ઉબડ ખાબડ બની જવાથી અવર જવર કરતાં વાહનચાલકો અને ગ્રામજનો માટે પણ આફત બની ગયો છે. ડીસ્કોથેક બનેલાં આ માર્ગ ઉપર વાહનચાલકો પણ અકસ્માતના ભયે પસાર થઇ રહ્યાં છે. તો બીજી તરફ બિસ્માર બનેલાં માર્ગ ઉપર ધુળનું સામ્રાજ્ય સર્જાતાં આસપાસના રહિશો માટે પણ ઉડતી ધુળ શીરદર્દ બની ગઇ છે. આમ અગાઉ પણ ગ્રામજનો દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવે તે માટેની રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં તંત્રની ઢીલી નીતિ સામે પણ રોષ પ્રગટ કરી રહ્યાં છે.

(4:44 pm IST)