Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નડિયાદ:ડાકોર-કપડવંજ હાઇવે નજીક ટ્ર્કના ડ્રાઈવરને બંધક બનાવી પ્લાસ્ટિકના દાણાની બોરીઓ લૂંટી અજાણ્યા લૂંટારુઓ રફુચક્કર

નડિયાદ:ડાકોર-કપડવંજ હાઇવે પરથી પસાર થતી ટ્રકના ડ્રાઇવર-કંડકટરને બંધક બનાવી ફિલ્મી સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રકમાં ભરેલ લાખો રૂપિયાની પ્લાસ્ટિકના દાણાની બોરીઓ લુંટી અજાણ્યા લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ઠાસરા પોલીસે અજાણ્યા ત્રણથી ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર વડોદરામાં રહેતા રાજેશકુમાર પુનીયા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવે છે. તેમની પાસે પંદર જેટલી ટ્રકો છે.  ગત તા. ૩૦-૧-૨૦૨૧ ના રોજ ૧૦૪૬ જેટલી બોરીઓ ભરી તેમની એક ટ્રક દિલ્હી જવા રવાના થઇ હતી. ટ્રકમાં ડ્રાઈવર અરસદ અને તેનો ભત્રીજો જયેદ હતા. તે દિવસે રાત્રીના એકાદ વાગ્યાના સૂમારે તેઓ ડાકોરથી કપડવંજ રોડ ઉપર આવેલ એક હોટલ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે એક અન્ય ટ્રક અરસદની ટ્રકનો પીછો કરી રહી હતી. વળી અન્ય ટ્રકના ડ્રાઇવરે  અરસદની ટ્રકની આગળ લઇ જઇ એકદમ બ્રેક મારી ટ્રક ઉભી રાખી હતી.જેથી અરસદને પણ બ્રેક મારી પોતાની ટ્રક ઉભી રાખવી પડી હતી. ટ્રક ઉભી રહેતા આગળના ટ્રકમાંથી ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ ઉતર્યા હતા અને અરસદના ટ્રકની બંને સાઇડે આવી ઝઘડો શરુ કર્યો હતો.વળી એક વ્યક્તિએ અરસદને ધક્કો મારી ટ્રકની ખાલી સાઇડમાં બેસાડી દીધો હતો.જ્યારે અન્ય વ્યક્તિઓએ અરસદના અને ભત્રીજા જયેદ આતીક મુસલમાનના હાંથ-પગ બાંધી આંખે કપડુ બાંધી દીધુ હતુ.એટલાથી ન અટકતા અજાણ્યા ચોર ઇસમોએ ધમકી આપતા જણાવ્યુ હતુ કે જો બુમો પાડશો તો તમને મારી નાખીશુ.અજાણ્યા વ્યક્તિઓ કોઇ અવાવરૂ જગ્યાએ ટ્રક લઇ જઇ ઉભી રાખી  ટ્રકમાં ભરેલ બોરી ખાલી કરવા લાગ્યા હતા.ટ્રકમાંથી બોરીઓ ઉતારી અરસદની  ટ્રકને  આગળ લઇ જઇ છોડી દીધી હતી.

(4:42 pm IST)