Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં અંગત ખર્ચ માટે પિતાએ પૈસા ન આપતા પુત્રએ અગાસી પરથી પડતું મૂકી જીવનલીલા સંકેલી

વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં અંગત ખર્ચ માટે પૈસા માંગતા પુત્રને પિતાએ બીજા દિવસે પૈસા આપીશ તેમ કહેતા ડિપ્રેશનમાં આવી ગયેલા ૨૨ વર્ષના પુત્રએ ગઇ રાત્રે એપાર્ટમેન્ટના 6 માળની અગાસી પરથી ભૂસકો મારી મોતને વહાલું કર્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ગોત્રી વિસ્તારમાં રામેશ્વર સ્કૂલ પાસે દર્શનમ આઇકોનિક એપાર્ટમેન્ટમાં રહેતા બૈદ્યનાથ શાહ નિવૃત્ત જીવન વિતાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અંકિત (ઉ.વ.૨૨) અને બે પુત્રી છે. બંને પુત્રીના લગ્ન થઇ ગયા છે. જ્યારે પુત્ર અંકિતે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. અંકિત કોઇ કામ-ધંધો કરતો નહી  હોવાથી વારંવાર પિતા પાસે પૈસા માંગતો હતો અને પિતા કેટલીક વખત પૈસા આપવાનો ઇન્કાર કરતા તો અંકિત નારાજ થઇ જતો હતો.

ગઇકાલે રાત્રે અંકિતે પિતા પાસે પૈસાની માંગણી કરતા પિતાએ આવતીકાલે આપીશ તેવો જવાબ આપ્યો હતો. પિતાના આ જવાબથી અંકિત ગુસ્સે થઇ ગયો હતો અને ઉશ્કેરાઇ જઇ પોતાના એપાર્ટમેન્ટની અગાસી પર પહોંચી જઇ પાંચમા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. પુત્રના આ પગલાની જાણ થતા જ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સના તબીબે અંકિતનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

(4:42 pm IST)