Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ગુજરાતમાં એન્ટી લવ જેહાદ કાયદા પર 'રોક'

વિધાનસભામાં રજૂ નહીં થાય બિલઃ ભાજપ શાસિત ગુજરાત લવ જેહાદ અંગે કાયદો નહીં લાવેઃ વિધાનસભા સત્રમાં સરકાર નહીં રજૂ કરે ધર્માતરણ બિલ

ગાંધીનગર, તા.૬: ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજયમાં એન્ટિ લવ જેહાદ અધિનિયમ લાગુ કરવામાં આવશે નહીં. કાયદાના નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કહ્યું કે એન્ટી લવ જેહાદ કાયદેસર રીતે ધારણીય નથી. ઉચ્ચસ્તરીય સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે નિષ્ણાતોના અભિપ્રાયને પગલે, સરકાર, સંભવતઃ ૧ માર્ચથી શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્રમાં બિલ રજૂ કરશે નહીં.

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા ભાજપ શાસિત રાજયોમાં શ્નાૃઉ જેહાદ'ને નાથવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતે પણ આ અંગે રાજયમાં એક ખરડો રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, રાજય સરકાર ભૂલી ગઈ છે કે રાજયમાં પહેલેથી જ ધર્મ પરિવર્તન અંગેનો કાયદો છે, જેના હેઠળ દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરી શકાતું નથી. અગાઉ રાજય સરકારે સંબંધિત વિભાગોને સૂચના આપી ચૂકી છે કે શું રાજયમાં નવા કાયદાને લાગુ કરવાની જરૂર છે કે જૂના કાયદામાં સુધારો કરી શકાય છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

'રાજય સરકારના આંતરિક બાબતોના નિષ્ણાત અને એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે રાજયમાં નવા કાયદા અથવા જૂના કાયદામાં સુધારા કાયદાકીય રીતે ટકાઉ હોઈ શકે છે. અન્ય રાજયોમાં પસાર થયેલા આવા કાયદાને સુપ્રીમ કોર્ટે પડકાર્યો છે. ઓછી આશા છે કે રાજયમાં બજેટ સત્ર દરમિયાન આ બિલ રજૂ કરવામાં આવશે તેવું સુત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારને અનેક સંસ્થાઓ અને લોકોના દ્યણા પ્રતિનિધિઓ મળ્યા છે. અમે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ દ્વારા બનાવેલા કાયદાની અસરકારકતા, લાંબા ગાળાની અસર અને કાનૂની દાવની સમીક્ષા કરી રહ્યા છીએ.

નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર આ કાયદા માટે યોગ્ય સમયે નિર્ણય લેશે. ગુજરાતના હાલના રૂપાંતર કાયદા હેઠળ જો કોઈ વ્યકિત દોષી સાબિત થાય છે, તો ત્રણ વર્ષની સજા અથવા રૂ .૫૦,૦૦૦ દંડ લાદવાની જોગવાઈ છે.

(3:57 pm IST)