Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મગજના હાવ-ભાવ બતાવશે તમે કયું સંગીત સાંભળી રહ્યા છો

તમે કઈ પ્રકારનું સંગીત સાંભળી રહ્યા છો તે જાણવું બન્યું સહેલું

રાજકોટઃ આમ તો બધા જ લોકોને સંગીત સાંભળવું ખૂબ જ ગમતું હોય છે ભાગ્યે જ કોઈ હશે જે વ્યકિત સંગીત થી દૂર રહેતું હશે. લોકો પોતાની ડેઈલી લાઈફમાંથી થોડો સમયતો મ્યુઝિક માટે પણ કાઢતા હોય છે. જેથી મન શાંત રહે અને રોજીંદીક્રિયામાંથી મનને ખુશ રાખી શકે , તે પછી શાસ્ત્રીય સંગીત હોય કે પછી બૉલીવુડ હોલીવુડનાં કોઈ પણ ગીત હોય. પરંતુ શું તમે એ જાણો છો કે તમે તમારા મગજનાં હાવ-ભાવ પરથી એ પણ જાણી શકો છો કે તમે કઈ પ્રકારનાં ગીત સાંભળી રહ્યા છો જી, હા મિત્રો આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સી દ્વારા આ પણ હવે સંભવ છે.

ગાંધીનગર આઈઆઈટીનાં પ્રોફેસર કૃષ્ણા મિયાપુરમનાં માર્ગદર્શનમાં શોધકર્તા ધનંજય સોનવણે અને નેધરલેન્ડની ડેલ્ફટ-યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનાં માનવ કેન્દ્રિત ડિઝાઈન વિભાગ તેમના પર શોધ કરી રહ્યા છે.

સંગીતમાં લય, તાલ, સૂર જેવી કેટલી જુદી-જુદી વસ્તુઓ હોય છે , આ બધી વસ્તુઓની માનવ નાં મગજ પર જુદી –જુદી અસર કરે છે. ઈલેકટ્રો ઈન્સેફલોગ્રાફી માણસનાં મગજનાં તરંગોનું અધ્યયન કરે છે. જેમાં ગીતો દ્વારા માણસનાં મગજ પર થતાં -ભાવો વિષે જાણી શકાય છે. જેમાં શોધકર્તાએ અલગ અલગ ૨૦ લોકો પર આ પ્રયોગ કર્યો, જેમાં આ ૨૦ લોકોને અલગ-અલગ ૧૨ ગીતો સાંભળવા માટે કહ્યું. આંખો બંધ કરી અને તેમના પર ઈલેકટ્રો ઈન્સેફલોગ્રાફીની ટોપી પહેરાવવામાં આવી હતી , જેના દ્વારા અલગ અલગ ૨૦ લોકોનાં  મગજમાં થતી ગતિવિધિઓ પર સંગીતની અસર વિષે માહિતી મેળવી . સંગીતની સાથે બંને વચ્ચે ઓળખાણ માટે કૃત્રિમ તંત્રીકા નેટવર્ક ઊભું કરવા માટે ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે ડેટાનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી કઈ પણ જાણકારી પ્રાપ્ત ન થઈ , પરંતુ જ્યારે મગજનાં તરંગોનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં ૮૫ ટકા તંરગોની ગીત સાથે સાચી ઓળખાણ પ્રાપ્ત થઈ.

(2:37 pm IST)