Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વિવિધ જ્ઞાતિઓની બોર્ડિંગોમાં વિદ્યાર્થીઓને રહેવાની મંજૂરી આપોઃ તો હેરાનગતિ ઓછી થાય

'સમરસ' હોસ્ટેલમાં પ્રવેશ અપાય છે તે જ રીતે અન્ય હોસ્ટેલો માટે છૂટ આપો... : જિલ્લા કલેકટરશ્રીઓ આ અંગે ત્વરિત નિર્ણય લ્યે તેવી લાગણી

રાજકોટ તા. ૬ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોના છેલ્લા વર્ષ તથા હાઇસ્કુલોમાં ધો. ૧૦ તથા ૧ર ના વર્ગખંડોમાં અભ્યાસ કરાવવાની જાહેરાત થયેલ, જેનો અમલ થઇ ગયેલ છે.

રાજકોટ મધ્યે શાળા કોલેજો શરૂ થતાં સૌરાષ્ટ્ર તથા અન્ય શહેરોમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા રાજકોટ આવે છે  અને બોર્ડિંગોમાં અથવા વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટે કરે છે.

રાજકોટમાં વિવિધ જ્ઞાતિઓની બોર્ડિંગો કાર્યરત છે. અને તેમાં પ્રવેશ સરકારની ગાઇડલાઇન દ્વારા હજુ સુધી સત્તાવાર મંજુરી અપાયેલ ન હોઇ ખૂબ હેરાન થાય છે. શાળા-કોલેજો શરૂ થઇ ગઇ. ગાઇડ લાઇન અન્વયે માત્ર 'સમરસ' હોસ્ટેલમાં પ્રવેશ અપાય છે. સંસ્થાઓએ કલેકટર સમક્ષ પણ રજુઆત કરેલ છે.

ત્રણેય અભ્યાસક્રમો એવા છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગી પ્રમાણે અભ્યાસ આગળ વધારી શકે છે.

વાલીઓ ખૂબ મુંઝાયા છે  હોટલમાં દીકરા-દીકરીઓને રાખી શકાય તેમ નથી. આથી, આ અંગે તાત્કાલિક મંજુરી આપવાની પ્રક્રિયા સરકારશ્રીએ કરવી અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દિનો પ્રશ્ન છે.

(1:53 pm IST)